અવરોધક $R$ માંથી એ.સી. પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિધુતઊર્જા સમજાવો
આલેખ પરથી જોઈ શકાય છે કે, $A.C.$ પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ $sine$ વક્ર મુજબ બદલાય છે અને તેને અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે.
આમ, એક પૂર્ણચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો શૂન્ય છે તેથી સરેરાશ પ્રવાહ શૂન્ય છે. સરેરાશ પ્રવાહ શૂન્ય છે તેનો અર્થ એવો નથી કે વપરાતો (વ્યય થતો) પાવર શૂન્ય છે અને વિદ્યુતઊર્જાનો વ્યય થતો નથી.
જૂલ ઉષ્મા $I ^{2} R t$ સૂત્ર વડે અપાય છે. આમ, જૂલ ઉષ્મા $I ^{2}$પર આધારિત છે પણ $I$ધન કે ઋણ પર આધારિત નથી.
અવરોધકમાં વ્યય થતો તત્કાલિન પાવર,
$P= I ^{2} R$
$= I _{ m }^{2} R \sin ^{2} \omega t \quad\left[\because I = I _{ m } \sin \omega t\right]$
એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર $\bar{p}$ નું મૂલ્ય,
$\bar{p}=\left\langle I ^{2} R \right\rangle$
$= I _{ m }^{2}\left\langle R \sin ^{2} \omega t\right\rangle= I _{ m }^{2} R \left\langle\sin ^{2} \omega t\right\rangle$
અહીં સરેરાશ માટે - (બાર) અને $\langle\rangle$ સંજ્ઞાઓ વાપરી છે.
$\therefore \bar{p}= I _{ m }^{2} R \left\langle\sin ^{2} \omega t\right\rangle [\because I _{ m }^{2}$ અને $R$ અચળ અચળ છે.$]$
ત્રિકોણમિતિ પરથી,
$\left\langle\sin ^{2} \omega t\right\rangle=\frac{1}{2}(1-\cos 2 \omega t)$
$=\left(\frac{1}{2}-\frac{1}{2} \cos \omega t\right)$ મળે.
પણ $\langle\cos 2 \omega t\rangle=0$ તેથી $\left\langle\sin ^{2} \omega t\right\rangle=\frac{1}{2}$
$\therefore \bar{p}=\frac{1}{2} I _{ m }^{2} R$
$\langle\cos 2 \omega t\rangle=\frac{1}{ T } \int_{0}^{ T } \cos 2 \omega t d t=\frac{1}{ T }\left[\frac{\sin 2 \omega t}{2 \omega}\right]_{0}^{ T }$
$=\frac{1}{2 \omega T}[\sin 2 \omega T-0]=\frac{1}{2 \omega T}[\sin 2 \pi-0]=0$
$i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?
$rms$ એટલે શું? પ્રવાહ માટે $rms$ નું સૂત્ર લખો.
પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?
$110\,V$ ડી.સી. હીટરને એ.સી. સ્ત્રોતમાં ઉપયોગ માટે લેવામાં આવે છે. તે સમાન સમયમાં $110\,V$ ડીસી સાથે જોડતા જેટલી ગરમી ઉત્પન થાય. એટલી જ ગરમી એ.સી. સ્રોત સાથે ઉત્પન્ન કરે છે. તો ઓલ્ટરનેટીંગ વિદ્યુતસ્થિતિમાનનું $r.m.s.$ મૂલ્ય ......... $V$ છે.
એ.સી. સિગ્નલ એટલે શું?